બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 94 બેઠક માટે નામાંકન પ્રક્રિયા આજથી શરુ
Live TV
-
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 94 બેઠક માટે આજથી નામાંકન પ્રક્રિયા શરુ થાય છે. ત્રણ તબક્કામાં થનારી ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરથી શરુ થશે. પહેલા તબક્કામાં 71, બીજામાં 94 અને ત્રીજા તબક્કામાં થશે 78 બેઠકો માટે મતદાન થશે.ચૂંટણી પંચે કોવિડ-19 મહામારીના કારણે લાગુ પ્રતિબંધોને લઈને જણાવ્યું છે કે, બિહાર ચૂંટણીને લઈને નવા પક્ષનું રજીસ્ટ્રેશન કરાવવા માટે માત્ર 7 દિવસની નોટિસ આપવી પડશે. જો કે, આ પહેલો કોઈપણ મોરચો કે જૂથને રાજકીય દળના રૂપમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે 30 દિવસની અંદર ચૂંટણી પંચમાં આવેદનપત્ર આપવાનું રહેતું હતું. ચૂંટણી પંચનું કહેવું છે કે, રજીસ્ટ્રેશનમાં અપાયેલી આ છૂટ અંતિમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ એટલે કે, 20 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. બીજી તરફ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબર છે. બીજા તબક્કામાં ગોપલગંજ, પૂર્વ ચંપારણ, સિવાન, સારન, મુઝફ્ફરપુર, શિવહર, વૈશાલી, પટના, નાલંદા, સમસ્તીપુર, બેગુસરાઈ, ખગડીયા અને ભાગલપુરની 94 બેઠક માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 10 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
