ડાંગના સુબીરમાં એકલ સ્કુલનો શિક્ષણયજ્ઞ કોરોના મહામારીમાં પણ ચાલુ
Live TV
-
ડાંગમાં સુબીર તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં એકલ વિદ્યાલયમાં બાળકોને પાયાનું શિક્ષણ અને સંસ્કાર સિંચનની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ડાંગના 30 ગામોમાં એકલ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનુ ચાલુ છે.

એકલ વિદ્યાલયની કામગીરી સાવ સાદી, સહજ અને સક્ષમ છતાંય સસ્તી છે. એકલ વિદ્યાલયની ટીમ પહેલાં ગામની પરિસ્થિતિનો અભ્યાસ કરે અને પછી સ્થાનિક યુવાન અને યુવતીઓ કે જેમણે ધોરણ 8 તેથી વધુ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય તેમને તાલીમ આપે છે. તાલીમ આપીને આ સંસ્થા સ્થાનિક શિક્ષકો ઉભા કરે છે જે બાળકોને ગામમાં જ શિક્ષણ આપે છે. એકલ સ્કુલના શિક્ષકો બાળકોને ઝાડ નીચે, કોઈની ઓસરીમાં કે ઓટલા ઉપર 25 – 30 બાળકોને ભણાવે છે.
હાલ કોરોનાવાયરસની મહામારીમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી સુબીર તાલુકાના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં ઈન્ટરનેટનો અભાવ છે. આવા જરૂરિયાતમંદ બાળકોને પણ આ સંસ્થાના શિક્ષક 2 કલાક ભણાવે છે. એકલ સ્કુલના શિક્ષકો કોરોના વાયરસની ગંભીરતાનું ધ્યાન રાખીને સેનીટાઇઝર અને માસ્કનો પણ ઉપયોગ કરાવે છે. આ શિક્ષકો બાળકોને ગણિત, વિજ્ઞાન, ભાષા, લેખન, વાંચન, સ્થાનિક ઈતિહાસ, ગીત-નૃત્ય શીખવે છે. એકલ સ્કુલને દાતાઓ દ્વારા અપાયેલા ટેબ્લેટથી પણ બાળકોને ટેક્નિકલ શિક્ષણ પણ અપાય છે. આ નોન ફોરમલ શિક્ષણ શાળાઓ સાથે હરિફ નથી બનતું પરંતું તેનું પૂરક બને છે.