સુરતમાં જર્જરિત દુકાનો સામે કોર્પોરેશનની કાર્યવાહીઃ 12 દુકાનો સીલ
Live TV
-
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના ખટોદરા વિસ્તારમાં જર્જરિત દુકાનો સામે કાર્યવાહી કરાઈ હતી. સિટી સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનોમાંથી 12 જર્જરિત દુકાનોને સીલ કરાઈ હતી.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના ખટોદરા વિસ્તારમાં જર્જરિત દુકાનો સામે કાર્યવાહી કરાઈ હતી. સિટી સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનોમાંથી 12 જર્જરિત દુકાનોને સીલ કરાઈ હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સુરતના તમામ ઝોનમાં હાલ જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટીસ આપવાની સાથે તાત્કાલિક આવી ઈમારતોને ખાલી કરાવવા ઉપરાંત ઉતારી પાડવા સુધીની કાર્યવાહી કરાઈ રહી છે. આ કાર્યવાહી અંતર્ગત રાંદેર અને ઉધના ઝોનમાં આવેલ જર્જરિત ઇમારતો સામે પણ આ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે. રાંદેરમાં બનેલી ઘટનાનું ફરી પુનરાવર્તન નહિ થાય તેની તકેદારીના ભાગરુપે મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી ચાલુ કરાઈ છે.