ભાવનગરઃ પાલીતાણાના ઘેટી ગામે વાડીમાં સિંહ ફસાયો
Live TV
-
ભાવનગરના પાલીતાણાના ઘેટી ગામે એક વાડીમાં સિંહ ફસાયો છે. મારણની શોધમાં નીકળેલ સિંહ ખેડૂતે વાડી ફરતે બાંધેલ લોખંડના તારની વાડમાં ફસાઈ ગયા
ભાવનગરના પાલીતાણાના ઘેટી ગામે એક વાડીમાં સિંહ ફસાયો છે. મારણની શોધમાં નીકળેલ સિંહ ખેડૂતે વાડી ફરતે બાંધેલ લોખંડના તારની વાડમાં ફસાઈ ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોને ખબર પડતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ વનવિભાગ પહોંચ્યું છે અને સિંહ ને તાર માંથી મુક્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં હાલ અનેક સિંહો વસવાટ કરે છે. જ્યારે હાલ ચોમાસાની સિઝન પુરી થઈ રહી હોવાથી ખેડૂતો પોતાના તૈયાર પાકને નીલગાય અને ભૂંડ જેવા પ્રાણીઓથી રક્ષણ માટે લોખંડના તારની વાડ કરે છે. આવી જ એક તારની વાડમાં વનરાજ ફસાઈ ગયા છે.
