Skip to main content
Settings Settings for Dark

દ્વારકા ખાતે કાલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ફરીથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે

Live TV

X
  • દ્વારકાધીશના મંદિરમાં ફરી એક વખત જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ દર ત્રણ વર્ષે આવતા અધિક માસ એટલે કે પરષોત્તમ માસમાં પણ અનેક તહેવારો ફરીથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેથી 10 ઓક્ટોબરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ફરીથી દ્વારકા ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. મહત્વનું છે કે, જન્માષ્ટમી વખતે કોરોનાને કારણે લોકડાઉન હોવાથી ભાવિક ભક્તો દર્શન કરી શક્યા નહોતા. જોકે આ વખતે રાત્રે નવ વાગ્યા સુધી જગત મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. નવ વાગ્યા બાદ દર્શનાર્થીઓ દર્શન કરી શકશે નહીં. માત્ર પૂજારી તેમજ પ્રશાસનની હાજરીમાં જ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જોકે ભાવિકો ઘર બેઠા dwrakadhish.org પર લાઈવ દર્શન કરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply