કોરોના મહામારી વચ્ચે પણ માણી શકાશે કેસર કેરીની મોજ
Live TV
-
કેરીના પેકિંગ માટે કોરોગેટેડ બોક્સના ઉત્પાદન માટે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વહીવટી તંત્રએ આપી મંજૂરી-સામાજિક અંતર જાળવીને કારીગરોને કામ કરવા કરાયો અનુરોધ
ગીરની પ્રખ્યાત કેસર કેરી નો પાક ટૂંક સમયમાં બજારમાં આવવાનો છે. કેરીના પેકિંગ માટે ખાસ કોરોગેટેડ બોક્સની જરૃરત હોય છે. કોરોના મહામારી વચ્ચે કારખાના અને ઉદ્યોગો બંધ હોવાથી કોરોગેટેડ બોક્સ બનાવતી ફેક્ટરીઓ પણ બંધ હતી. પરંતુ કેરી ઉત્પાદકોની મુશ્કેલી સમજીને વહીવટીતંત્રે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથના કોરોગેટેડ બોક્સ ઉત્પાદકોને બોક્સ બનાવવા માટે મંજૂરી આપી છે. કોરોના સંક્રમણ મુદ્દે જાગૃત રહીને , સામાજિક અંતર જાળવીને કારીગરોને કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં પાંચ જેટલા કારખાના ચાલુ થઇ ચુક્યા છે. બોક્સ ઉત્પાદોકોએ જણાવ્યું હતું કે કાચી સામગ્રી હશે ત્યાં સુધી માંગને પહોંચી વળવા તેઓ બોક્સ ઉત્પાદન કરતા રહેશે. મંજૂરી મળતાં કારખાના માલિકોએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
