NFSA હેઠળ રાજ્યના 66 લાખ કાર્ડ ધારકોને બેન્ક દ્વારા મળશે રૂ. 1000 ની મદદ
Live TV
-
NFSA હેઠળ રાજ્યના 66 લાખ કાર્ડ ધારકોના બેંક એકાઉન્ટમાં રુપિયા એક હજાર જમા કરાશે. લાભાર્થીએ કોઇ ફોર્મ ભરવાની જરુરિયાત નહી રહે. રાજ્ય સરકારના નિર્ણયને જરુરિયાત મંદોને પણ મળશે રાહત.
મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય
સરકાર સોમવારથી રાજ્યના ૬૬ લાખ કાર્ડ ધારકોના બેંક ખાતામાં રુપિયા એક હજારની રકમ જમા કરાવશે.
જેમાં મધ્યમવર્ગથી માંડીને ગરીબ પરિવારોને રાહત મળશે. તો એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૧૩થી ૧૭મી
એપ્રેિલ દરમિયાન અનાજના જથ્થાનું વિતરણ કરાયુ હતુ. જેમાં ૬૦ લાખ પરિવારો પૈકી ૪૫ લાખ
પરિવારોએ લાભ લીધો હતો. તો અન્ય લોકોએ લાભ જતો કર્યો હતો
