ગુજરાતમાં 12 કલાકમાં નવા 228 પોઝિટિવ કેસ નોંધાયા : કોવિડ-19ના કુલ દર્દી 1604
Live TV
-
કુલ 94 દર્દીઓ ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 58 પર પહોંચ્યો
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ત્યારે કોરોનાની સ્થિતિની માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 140 પોઝિટિવ કેસ આવ્યા છે. કુલ કોરોના પીડિતોની સંખ્યા 1604 થઇ છે. આ ઉપરાંત, સુરતમાં નવા 67 કેસ નોંધાયા છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજ રોજ કોરોના વાયરસને કારણે 5 મોત થયા છે. તો આજની તારીખ સુધીમાં 9 લોકો વેન્ટિલેટર પર છે. ત્યારે આજે રાજ્યમાં વધુ 1 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 94 લોકો સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે...આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1604 એ પહોચ્યા છે.
18.04.2020ના સાંજના 6 કલાક બાદ નોંધાયેલા નવા કેસ
અમદાવાદ - 140આણંદ - 01
બનાસકાંઠા - 02
બોટાદ - 01
ભાવનગર - 02
છોટા ઉદેપુર - 01
મહેસાણા - 01
સુરત - 67
વડોદરા - 08
રાજકોટ - 05
કુલ - 228
