કોરોના : રાજ્ય સરકારે મહત્વના નિર્ણય અંગેની માહિતી પૂરી પાડી
Live TV
-
ગુજરાતમાં હાલ એક પણ પોઝિટિવ કેસ નહીં
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ,ડો. જયંતિ રવિ એ ,પત્રકાર પરિષદ યોજી ને કોરોના વાયરસ ને લઈ ને ,રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અંગેની માહિતી પૂરી પાડી હતી. પત્રકારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, સંક્રમિત લોકોને કામ વગર બહાર નિકળવાનું ટાળવું , ગરમ પાણી પીવું, ઉધરસ-તાવ આવતા લોકોએ માસ્ક પહેરવું તેમજ અફવાઓથી દૂર રહેવાની અપીલ સરકાર દ્વારા કરાઈ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેમજ 100 જેટલા કેસને હાલ ચેકીંગ માટે મોકલવામાં આવ્યા છે જોકે તેમાંથી એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સરકારી એડવાઈઝરી પ્રમાણે ખાનગી કંપનીઓને વર્ક એટ હોમની સૂચના આપવામાં આવી છે. આ સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રેગ્યુલર ક્લિનિંગ કરાશે. તેમજ ટ્રાફિક ઓછામાં ઓછો થાય તે માટેના પણ પ્રયાસ કરાયો હોવાનું અગ્રસચિવે જણાવ્યું હતું.
