Skip to main content
Settings Settings for Dark

કોરોના : સાવચેતીના ભાગરુપે ગુજરાત સરકારે 31 માર્ચ સુધી શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી

Live TV

X
  • ત્યારે પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસના બગડે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રુપાણીના નિર્દેશથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

    કોરોનાનો પ્રકોપ ભારતમાં પણ યથાવત છે. ત્યારે સાવચેતીના ભાગરુપે ગુજરાત સરકારે 31 માર્ચ સુધી શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી છે. ત્યારે પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસના બગડે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રુપાણીના નિર્દેશથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું પુનરાવર્તન કરાવવામાં આવશે. આ પુનરાવર્તનનું પ્રસારણ ગુજરાતી પ્રાદેશિક ટીવી ચેનલ્સ દ્વારા કરવામાં આવશે. આવતીકાલથી દરરોજ એક એક કલાકનું ઓનલાઈન શિક્ષણ ટીવી ચેનલ્સ દ્વારા આપવામાં આવશે. ધોરણ 7થી 9માં ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી વિષયોનું જ્ઞાન , તો ધોરણ 11માં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply