કોવીડ19ની સાવચેતીના પગલે ગુજરાતની તમામ કોર્ટોને ૩૧મી માર્ચ સુધી માત્ર અરજન્ટ કેસોની સુનાવણીજ હાથ ધરવામાં આવશે.
Live TV
-
આ ઉપરાંત તમામ પ્રકારના કેસોની ટ્રાયલ ત્રણ અઠવાડિયા સુધી સ્થગિત રાખવાની સૂચના પણ ચીફ જસ્ટિસના પરિપત્રમાં આપવામાં આવી છે. જામીન અને રિમાન્ડ જેવા અરજન્ટ કેસોની સુનાવણીજ હાથ ધરવામાં આવશે.
કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ગુજરાતની તમામ કોર્ટોને આદેશ કર્યો છે કે ૩૧મી માર્ચ સુધી માત્ર અરજન્ટ કેસોની સુનાવણી જ હાથ ધરવામાં આવે. આ ઉપરાંત તમામ પ્રકારના કેસોની ટ્રાયલ ત્રણ અઠવાડિયા સુધી સ્થગિત રાખવાની સૂચના પણ ચીફ જસ્ટિસના પરિપત્રમાં આપવામાં આવી છે. જામીન અને રિમાન્ડ જેવા અરજન્ટ કેસોની સુનાવણી જ હાથ ધરવામાં આવશે. જરૂરી અને અનિવાર્ય ન હોય તો કોર્ટ પક્ષકારોની હાજરીનો આગ્રહ ન રાખે અને પક્ષકારો સુનાવણીમાં ઉપસ્થિત ન રહે તો તેમની સામે પ્રતિરોધી આદેશો કરવામાં નહીં આવે. વકીલોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેમના અસીલો આ બે અઠવાડિયા કોર્ટ સંકુલની મુલાકાત ન લે તેવો આગ્રહ રાખે. જો શક્ય હોય તો આરોપીઓના રિમાન્ડ વીડિયો કોન્ફરન્સથી લંબાવવામાં આવે, જેથી જેલમાં થતો આરોપીઓનો ભરાવો પણ રોકી શકાય.
