Skip to main content
Settings Settings for Dark

ધોરણ-10ની ઉત્તરવહી મળી આવવાને લઇને તપાસ સોંપાઇ: CM

Live TV

X
  • ગોમટા ચોકડી ખાતે ધોરણ-10ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મળી આવવાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ.

    મુખ્યમંત્રી વિજયરૂપાણીએ, ગેમટા ચોકડી પાસે ધોરણ-10 ની બોર્ડ પરીક્ષાની ઉતરવહી મળી આવવાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે.
    ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના પાલા કેન્દ્રથી બે શિક્ષક, બે પોલીસ ગાર્ડ તથા બે ડ્રાઈવર મારફતે ધોરણ-10 બોર્ડ પરીક્ષાની ઉતરવહી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી હતી. રોજકોટ જિલ્લાના ગોમટા ચોકડી પાસે રસ્તા પર ઉતરવહીઓ પડેલી મળી હતી. આ ઘટનાની જાણ થતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. ઉતરવહી પરિવહનની કામગીરીમાં બેદરકારી દાખવનાર શિક્ષણ, પોલીસ ગાર્ડ તથા ડ્રાઇવરો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાની ન્યાયીક તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપાઇ છે.
    ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારને છોડાશે નહી અને કસૂરવારો સામે સખતાઇથી પગલા લેવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply