Skip to main content
Settings Settings for Dark

જળસંચય ક્ષમતા વધારવા માટે સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું: નીતિનભાઈ પટેલ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં જળસંચય ક્ષમતા વધે એ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું છે.

    નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં જળસંચય ક્ષમતા વધે એ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને રાજ્ય વ્યાપી  સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું છે. 
    જેને રાજ્યમાં વ્યાપાક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જનભાગીદારી થકી યોજાતા આ કાર્યક્રમમાં ઉનાળામાં તળાવો ઊંડા કરવાથી માંડીને કાંપની સફાઈ, ચેકડેમોનું ડિસિલિંગ જેવા કામો હાથ ધરાય છે. 
    જેના લીધે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન થયું છે. તેમણે જણાવ્યુ કે ખેડા જિલ્લામાં બે વર્ષમાં ૪૦૩ તળાવો ૪૧ લાખ રૂ ના  ખર્ચે ઊંડા કરાયાં છે. 
    એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન જળસંપત્તિ ભાગ દ્વારા ૨૫૩ તળાવો ૨૭૨ લાખ રૂ. ના ખર્ચે ઊંડા કરાયા છે. તળાવો ઊંડા કરવાથી પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply