બાળકોના અભ્યાસ માટે સરકાર સજ્જ, ટી.વી ચેનલમાં માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ
Live TV
-
બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટી.વી. ચેનલ દ્વારા પુનરાવર્તન ક્રરાવવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવતર પહેલરૂપે વિદ્યાર્થીલક્ષી નિર્ણય જાહેર કર્યો છે, અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટી.વી. ચેનલ દ્વારા પુનરાવર્તન ક્રરાવવામાં આવશે.
રાજ્યના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાત શિક્ષકોની મદદથી ગુજરાતી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે.
વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અને અભ્યાસ કરી શકશે. આજે ૧૯ માર્ચથી દરરોજ ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે.
ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે. દરમિયાન આ અંગે વધુ માહિતી આપતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે આજથી 29 માર્ચ સુધી રાજયની જી, એબીપી અસ્મિતા, ટીવી નાઇન, જી.એસ.ટીવી, દૂરદર્શન જેવી પ્રાદેશિક ટીવી ચેનલોના માધ્યમો બાકી રહેલો અભ્યાસક્રમ પુરો કરાવશે.
તેમણે કહ્યુ કે આવી પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ છે.
