ગુજરાતની ૩૮ નગરપાલિકાઓને રૂ. ૧પ કરોડના અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલ અર્પણ કરાયા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર વિધાનસભા સંકુલથી ગુજરાતની ૩૮ નગરપાલિકાઓને રૂ. ૧પ કરોડના અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલ અર્પણ કર્યા હતા. જેમાં શહેરી વિકાસ વિભાગે ૧૬ અલ્ટ્રા હાઇપ્રેશર મિની ફાયર ટેન્ડર-રર પીક અપ વીથ ફોમ ટ્રોલી-૭ રેપિડ રિસપોન્સ વ્હીકલ નગરપાલીકાઓને આપ્યા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે રૂ. ૧પ કરોડ ૪ર લાખના ખર્ચે અગ્નિશમન સેવા માટે ૪પ વાહનોની ખરીદી કરી છે તે વાહનો નગરોના નાગરિકો-જનસામાન્યની સુવિધા સલામતિ માટે મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગ લાગવાના કિસ્સામાં માલ-મિલકતોને ઓછામાં ઓછું નુકશાન-ઓછામાં ઓછી જાનહાનિ થાય તેવી સજ્જતા સાથે અદ્યતન ફાયર સેફટી સુવિધાઓથી રાજ્ય સરકાર સજ્જ છે. તો આ સાથે જ રાજ્યમાં પહેલીવાર 5 રિજીયોનલ ફાયર ઓફિસ વડોદરા-સુરત-રાજકોટ-ગાંધીધામ-ગાંધીનગરમાં કાર્યરત કરાઇ છે.
આ અવસરે શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી M.K. દાસ, કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સચિવ શ્રી લોચન શહેરા તથા GMFBના CEO શ્રી પટની અને નગરપાલિકાના પ્રમુખ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
