કોરોના વાયરસ સામે તંત્ર સજ્જ
Live TV
-
કોરોના વાયરસના ગુજરાતમાં 13 કેસ પોઝિટવ આવ્યા છે.. સીએમ રૂપાણીએ આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.. સાથે જ જનતાને પણ સાવચેત રહેલા અપીલ કરી છે..
મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં કોરોના સંક્રમિત 13 કેસ પોઝિટિવ આવ્યા છે. મુખ્યમંત્રીએ આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલ તે લોકોની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંઅમદાવાદ શહેરમાંથી ચાર કેસ ગ્રામ્ય માંથી એક કેસ ,વડોદરા માં 3 ,સુરત માં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક એમ કુલ ૧૩ પોઝિટિવકેસ ગુજરાતના છે.આજે મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ અને યુએન મહેતા હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જ્યાં તેમને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કોરોના વાયરસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસને લઈને તકેદારી લેવાઇ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખાસ વિશેષ પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરોમાં ઇન્ફેકશન કંટ્રોલ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
