Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણને અટકાવવાની તકેદારીના પગલે દીવમાં ફેરિયાઓ-વ્યાપારીઓના સેમ્પલ લેવાયાં

Live TV

X
  • દીવ કલેકટર સલોની રાયના આદેશથી દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફેરિયાઓ અને વ્યાપારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દીવમાં ગુજરાત અને દીવના થઈ કુલ 1100 જેટલા શાકભાજી અને મચ્છીના વ્યાપારીઓ છે, જેમાંથી છેલ્લા 5 મહિના દરમ્યાન માત્ર 10 લોકો પોઝિટીવ આવ્યા હતા.

    તંત્રની તકેદારીના પગલે દીવમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે તકેદારીના ભાગરૂપે જ ફરીથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. દીવમાં રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. દીવમાં પોઝિટીવ કેસોની સંખ્યા માત્ર 308 છે અને માત્ર 5 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply