રાષ્ટ્રીય કક્ષાના દરજ્જા બાદ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિ. ના VC તરીકે ડૉ. જે.એમ.વ્યાસની નિમણૂક
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો અપાયા બાદ સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડોક્ટર જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ડૉકટર વ્યાસે આજરોજ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા અને કેન્દ્રીય દરજ્જાની આ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવા દીર્ઘદૃષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યસ્તરની આ યુનિવર્સિટીએ દેશવિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે.
