રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહતદરે અપાશે અનાજ
Live TV
-
રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં સમાવિષ્ટ ન હોય તેવા 10 લાખ BPL પરિવારોને પણ હવે રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 50 લાખ જેટલા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને લાભ મળશે. રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. સાથે જ શહેરો અને ગામડાઓમાં વસતા રિક્ષા, છકડો, મીની ટેમ્પો ચલાવનારા અને રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવા માં આવ્યા છે.સાથે જ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને N.F.S.A લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે. આ યોજનાની પ્રક્રિયા ઝડપ થી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા પણ મુખ્યમંત્રીએ સૂચના કરી છે.
