કોરોના સામે લડવા સરકારે હાઇપાવર કમિટીની કરી રચના
Live TV
-
કોરોના મહામારી સામે લડવા માટે રાજ્ય સરકાર દ્વારા હાઇપાવર કમિટી રચવામાં આવી છે. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સમિક્ષા કરવામાં આવી છે. જેમા નાયબ મુખ્યમંત્રી મુખ્યસચિવ સહિતના તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
કોરોના વાયરસને લઇને રાજ્ય સરકારના તમામ મંત્રી પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રિલીફ ફંડમાં આપશે. આ સાથે ધાર્મિક સંસ્થા, દાતા, કોર્પોરેટ હાઇસ પણ આ દાન આપી શકે છે. કોરોના વાયરસને લઇને દેશ અને રાજ્ય સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે લોકોને મદદ કરવા માટે અપિલ કરી હતી.
રાજ્યમાં કોરોનાના વધુ 2 કેસ નોધાતા પોઝિટિવ કેસોની સંખ્યા 35 થઇ ગઇ છે. આ બંને કેસ રાજકોટના છે. આજના દિવસે 110 સેમ્પલની ટેસ્ટિંગ માટે આવ્યા હતા. જેમાથી 2 કેસ પોઝિટિવ જણાયા હતા. જેમાથી 97 કેસ તપાસ કરવામાં આવી હતી. 93 નેગેટિવ કેસ અને 2 કેસ ટેસ્ટિંગ આવાના બાકી છે. બે કેસમાથી એક ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે એક લોકલ ટ્રાન્સમિશન વાળા છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યુ હતું કે, સરકારી હોસ્પિટલના તમામ ઓપિડી ચાલુ રહેશે. તેમજ પ્રાઇવેટ હોસ્પિ્ટલોને પણ ઓપીડી ચલાવવા માટે અપિલ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 30 લાખ લોકોનો સર્વેલન્સ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં સમગ્ર રાજ્યના લોકોની સર્વેલન્સ કરવામાં આવ્યો છે.
