ખાંડના ભાવ નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સ્ટોકલિમિટની તપાસ
Live TV
-
ખાંડના ભાવ નિયંત્રણમાં રહે તે માટે પુરવઠા વિભાગે સમગ્ર રાજ્યમાં ખાંડના સ્ટોકની તપાસ શરૂ કરી છે.
નિયામક, અનાજ અને નાગરિક પુરવઠાની કચેરીની તપાસ ટીમે 27 ઓગસ્ટે રાજકોટ શહેરમાં ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સ્ટોકપત્રક મુજબના જથ્થા સાથે વાસ્તવિક જથ્થાનું મેળવણું કરવામાં આવ્યું હતું. વેપારીઓ પાસે ખાંડનો જથ્થો 4,000 ક્વિન્ટલની નિર્ધારિત મર્યાદામાં છે કે નહીં તેમજ એક મહિનાથી વધુ સમયથી ખાંડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો નથી તેની ચકાસણી કરાઈ હતી.વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના ફૂડ સ્ટોક પોર્ટલ પર નિયમિત રીતે ખાંડનો જથ્થો અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠા વિભાગની સઘન તપાસથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
