Skip to main content
Settings Settings for Dark

રમતવીરોની પ્રતિભા શોધવા ગુજરાતનું ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ’ પ્રોગ્રામ

Live TV

X
  • નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગુજરાતે રમતવીરોની પ્રતિભા શોધવા અને તેમના વિકાસ માટે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે.

    ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા રમતવીરોના DNA સેમ્પલ એકત્ર કરી તેમના આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત લક્ષણોનો અભ્યાસ કરવામાં આવશે.વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 2,000 અને આગામી પાંચ વર્ષમાં કુલ 10,000 સેમ્પલનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક છે.

    આ અંતર્ગત ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ (G-AGD) તૈયાર કરવામાં આવશે. તેમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતી એકત્રિત કરાશે. એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ, કુસ્તી, જુડો, ફેન્સિંગ, શૂટિંગ, તીરંદાજી સહિત વિવિધ રમતોના ખેલાડીઓને આ કાર્યક્રમમાં આવરી લેવાશે.આ પહેલનો હેતુ જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે જોડીને પ્રતિભા ઓળખ અને રમતવીરોના વિકાસ માટે વધુ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો છે. જોકે, રમતવીરની સફળતા માત્ર આનુવંશિકતા પર આધારિત નથી અને તાલીમ, કોચિંગ, પોષણ તથા પર્યાવરણીય પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
apply