Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂડસેટ સંસ્થા મારફતે પશુઉછેર તાલીમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂડસેટ સંસ્થા દ્વારા પશુઉછેર અને ડેરી વ્યવસાય અંગે યોજાયેલી તાલીમના પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 35 બહેનોએ તાલીમ પૂર્ણ કરી હતી. તા. 15 થી 26 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી તાલીમમાં પશુઉછેર અને ડેરી વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ તાલીમાર્થી બહેનોને પ્રાપ્ત જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી સ્વરોજગાર સ્થાપવા તથા સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “બહેનો વિકસિત બનશે તો ગામ વિકસિત બનશે અને ગામ વિકસિત બનશે તો દેશ વિકસિત બનશે.”કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, રૂડસેટ સંસ્થાના નિયામક, જિલ્લા લાઈવલીહુડ મેનેજર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
apply