Skip to main content
Settings Settings for Dark

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ: વિકાસની નવી ઉડાન

Live TV

X
  • ગુજરાતનો ડાંગ જિલ્લો નૈસર્ગિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક વિકાસના અનોખા સમન્વય સાથે દેશના પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લા તરીકે આગવી ઓળખ ધરાવે છે.

     કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી ડાંગમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, પાણી અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે.ડાંગમાં 19,389 ખેડૂતો 19,881 હેક્ટર વિસ્તારમાં રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પશુપાલન ક્ષેત્રે 190 દૂધ મંડળીઓના માધ્યમથી વર્ષ 2025-26 માં પશુપાલકોને આશરે રૂ. 110 કરોડની આવક થઈ છે. ‘લખપતી દીદી’ અને ‘વનધન’ યોજનાઓથી આદિવાસી પરિવારોને પણ આર્થિક સશક્તિકરણ મળ્યું છે.

    ‘નળ સે જળ’ યોજના હેઠળ જિલ્લાના તમામ 52,085 ઘરોને આવરી લેવામાં આવ્યા છે. કાકરાપાર વિયર આધારિત રૂ.866.35  કરોડની બલ્ક પાઇપલાઇન યોજનાથી 276 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 1.56 લાખથી વધુ નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા છે.

    શિક્ષણ ક્ષેત્રે પણ ડાંગે સિદ્ધિ મેળવી છે. માર્ચ-૨૦૨૬ની HSC સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં 97.21 ટકા પરિણામ સાથે ડાંગ સમગ્ર રાજ્યમાં પ્રથમ રહ્યું છે.સાપુતારા, ગિરા અને ગીરમાળ ધોધ, બોટનિકલ ગાર્ડન, મહાલ, કિલાદ અને ડોન હિલ સ્ટેશન જેવા સ્થળોના કારણે ડાંગ ઇકો-ટુરિઝમનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. આમ, પ્રકૃતિ સંરક્ષણ સાથે જનકલ્યાણ અને વિકાસનો સમન્વય ડાંગને ‘વિકસિત ગુજરાત’નું આગવું મોડેલ બનાવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
apply