ખેડા જિલ્લામાં જીતુ વાઘાણીની હાજરીમાં વિવિધ ક્ષેત્રોના 100 લોકો ભાજપમાં જોડાયા
Live TV
-
નાટ્યકલાકાર હાર્દિક યાજ્ઞિક, મુકેશ કહાર, વિઠ્ઠલ સોલંકી, મુકેશ મેકવાન સહિત લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત અનેક લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રમતવીરો, મધ્યગુજરાતના ખ્યાતનામ ફિલ્મ નાટ્યકારો, લોકગાયકો તથા વિવિધ કલાકારો મળી 100 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા.તમામ નવા સદસ્યોને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.ગુજરાતી ફિલ્મોના નિર્માતા દિગદર્શક મુકુન્દ પટેલ, ગાયક મહેશ રબારી, અવિનાશ બારોટ, પારુલ બારોટ, રંજન રબારી, ફિલ્મ અને નાટ્યકલાકાર હાર્દિક યાજ્ઞિક, મુકેશ કહાર, વિઠ્ઠલ સોલંકી, મુકેશ મેકવાન સહિત લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો.
