Skip to main content
Settings Settings for Dark

ખેડા: પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માસ્ક એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે કોરોનાથી બચવા સરકારે પણ ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ પાઠવેલા છે. માસ્ક પહેરવા માટે દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ પણ વિનંતી કરી છે. માસ્કની જાગૃકતા સમજાવા હાલ દૂરદર્શન એ પણ માસ્ક અપ ઇન્ડિયા નામથી અભિયાન ચલાવ્યું છે, ત્યારે ખેડા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રાની સુચના અને માર્ગદર્શન મુજબ આ અભિયાનમાં હવે ખેડા પોલીસ પણ જોડાઇ ગઈ છે.

    વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માસ્ક એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે કોરોનાથી બચવા સરકારે પણ ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ પાઠવેલા છે. માસ્ક પહેરવા માટે દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ પણ વિનંતી કરી છે. માસ્કની જાગૃકતા સમજાવા હાલ દૂરદર્શન એ પણ માસ્ક અપ ઇન્ડિયા નામથી અભિયાન ચલાવ્યું છે, ત્યારે ખેડા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રાની સુચના અને માર્ગદર્શન મુજબ આ અભિયાનમાં હવે ખેડા પોલીસ પણ જોડાઇ ગઈ છે.

    જેના અનુસંધાને જિલ્લાના વડામથક નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ૩ જગ્યાઓએ સંતરામ રોડ, પશ્ચિમ પોલીસ ચોકી અને કબ્રસ્તાન ચોકડી પર માસ્ક વિતરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતી. આ કાર્યક્રમ દરમ્યાન ખેડા જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી જી.એસ.સયાન, એલ.સી.બી-પી.આઈ એમ.ડી.પટેલ, નડિયાદ ટાઉન પી.આઇ બી.જી. પરમાર તેમજ ડી સ્ટાફ પી.એસ.આઇ શાહ અને અન્ય સ્ટાફ માસ્ક વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. માસ્ક વિતરણના સ્થળો પર પોલીસ સ્ટાફ દ્વારા જાહેર રસ્તા પર આવતા જતા તમામ વાહન ચાલકો અને નાગરિકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ ત્રણ સ્થળો પર લગભગ પચાસ હજાર જેટલા માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આમ હાલની પરિસ્થિતિમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા સામાજિક ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply