પેટાચૂંટણીને લઈને ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાની રાજકોટની મુલાકાતે
Live TV
-
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાની રાજકોટમાં પત્રકાર પરિષદ -કહયુ, રાજયમાં પેટાચૂટણી દરમ્યાન સોશિયલ ડિસટન્સિંગ પર પોલીસની રહેશે બાજ નજર
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત કરવામાં આવશે.
તેમજ આગામી પેટા ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસવડા આશિષ ભાટિયાએ રાજ્યમાં Bio-Dieselનું ગેરકાયદે વિતરણ કરતા વિક્રેતા સામે, કડક કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.
