રાજ્યમાં નવા 1221 કેસ નોંધાયા, તો 1456 દર્દીઓ સાજા થયાં
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1221 કેસ નોંધાયા છે, તો રાજ્યમાં આજે 1456 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 87.02 ટકા થયો છે.
આજે રાજ્યમાં 51,228 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,30,897 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસની સંખ્યા 1,50,415 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15,958 છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર છે અને 15877 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 10 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3560 પર પહોંચી ગયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 252 કેસ, અમદાવાદ જિલ્લામાં 176 કેસ, રાજકોટ જિલ્લામાં 114 કેસ, વડોદરા જિલ્લામાં 119 કેસ, જામનગર જિલ્લામાં 96 કેસ, જૂનાગઢ જિલ્લામાં નવા 37કેસ અને મહેસાણા જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા છે.
