બોરસદમાં બનાવટી તબીબની SOGએ કરી ધરપકડ
Live TV
-
બોરસદ શહેરના ભોભા ફળીયા વિસ્તારમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મેળવ્યા વગર દવાખાનું ખોલીને છેલ્લાં પાંચેક વર્ષથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બનાવટી તબીબને આણંદ SOGએ ઝડપી લીધો છે.
આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આણંદ SOG પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરતા આરીફ મહંમદ મલેક પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર નહોતું. ક્લિનિકમાંથી દવાઓ, ઈન્જેક્શનો, તબીબી સાધનો, રોકડ, મોબાઈલ વગેરે મળીને , કુલ 31,222 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
