ખેડૂતોની જમીન માપણીમાં ગેરરીતીની ફરિયાદ બાદ કેબીનેટનો ખેડૂતલક્ષી નિર્ણય
Live TV
-
ખેતીની જમીન માપણીમાં થયેલા ફેરફારને કારણે પોતાની જમીનની માપણીમાં ગેરરીતિ થઈ હોવાની ખેડૂતોની ફરિયાદને પગલે આજે કેબિનેટમાં ચર્ચા બાદ આ અંગેની તપાસ માટે ચાર મંત્રીઓની એક કમિટિ બનાવવામાં આવી છે, જે આ અંગે તપાસ કરશે.
આ અંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આ કામગીરીમાં જેઓ દોષિત જાહેર થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યુ કે જે ખેડૂતો આ અંગે ફરિયાદ કરવા ઈચ્છે છે તેઓ એક સાદી અરજી કરી પોતાની ફરિયાદ કરી શકશે.
