Skip to main content
Settings Settings for Dark

ટ્રાફિક પોલીસ દ્વારા પાર્કિંગને લઇ કડક કાર્યવાહી, સામાન્ય જનતાએ બિરદાવી કામગીરી

Live TV

X
  • હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં રોડ ઉપર દબાણ કરી પાર્કિંગ કરનારા તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે.

    હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં રોડ ઉપર દબાણ કરી પાર્કિંગ કરનારા તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે. આ કામગીરીને સામાન્ય જનતા બિરદાવી રહી છે. તમે જોઈ રહ્યાં છો કે, થલતેજથી ડ્રાઈવિંગ સિનેમા રોડ જે ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રોડ ઉપર ગેરકાયદેસર કારપાર્કિંગ તેમજ થ્રી - વ્હીલર પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં આવતા રોડ ઉપર આજે ટ્રાફિક ખૂલ્લો જોવા મળી રહ્યો છે. સરળતાથી રોડ પરથી પસાર થઈ શકાય છે, તો ટ્રાફિક પોલીસની કામગીરીને લોકો આવકારી રહ્યા છે. તેઓ રોડ ઉપર આવેલા મોલ અને કોમર્શિયલ સેન્ટરોની બહાર ગેરકાયદે પાર્કિંગ કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply