વલસાડઃ પાણીપુરીની લારીઓની તપાસ, 53 કિલો વાસી ખોરાક જપ્ત કરાયો
Live TV
-
ગંદકીવાળા વિસ્તારો અને જાહેર માર્ગો પર પાણીપુરીની લારીઓ પર ઠેર ઠેર વાસી અને અખાદ્ય સામગ્રીઓના વેચાણથી આરોગ્ય પર પ્રતિકૂળ અસરથી લોકો પેટના રોગનો શિકાર બનતા હોય છે.
તાજેતરમાં સરકારે આ બાબતે કડક આદેશ જારી કરી પાલિકાઓ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાના આદેશ કરતા વલસાડ પાલિકા તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરના સ્ટેડિયમ રોડ,શાકભાજી મારકેટ,રોટરી સર્કલ બેચરરોડ,કલ્યાણબાગ સર્કલ સહિતનાવિવિધ વિસ્તારોમાં ધમધમતી પાણીપુરીની લારીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં ચેકિંગમાં પાણીપૂરી બવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીઓની ચકાસણી કરી હતી.જેમાં વાસી અને સડેલા બટાકા, વટાણા, ચણા , કાંદા, ટામેટા મળી આવ્યા હતા. તંત્રએ પાણીપૂરીના ચટાકા માટે વપરાતું પ્રવાહી મિશ્રણ 280 લીટર અને વાસીબિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી બટાકા, ચણા, વટાણા, કાંદા અને ટામેટાનો 53 કિલો જથ્થાનો નાશ કરાયો હતો.
ચોમાસામાં વરસાદની મજા માણ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાય છે. ત્યારે આ સમયમાં શહેરોમાં રોગચાળો પણ ફેલાતો હોય છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો આ સમયમાં તાવ, શરદી, ડાયેરીયા, કોલેરા, મેલેરિયા જેવા રોગોના દર્દોથી ઉભરાય છે. આ સમયમાં બહારની ખાણીપીણીથી બચવા અને નિયમિત એન્ટી બાયોટિકની સાથે શુધ્ધ પાણી પીવાની સલાહ ડોકટરો દ્વારા આપવામાં આવી છે. સાથો સાથ રાજ્ય ભરમાં પાણીપુરીની ગુણવત્તામાં ખામી જણાઇ આવી છે ત્યારે પાણીપુરીમાં વપરાતા ખાદ્યપદાર્થો જો હાઇજેનિક ન હોય તો રોગો થવાની શક્યતા રહે છે.
