HCની ટકોર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે નિયમો ભંગ કરનાર સામે કરી કડક કાર્યવાહી
Live TV
-
હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં રોડ ઉપર દબાણ કરી પાર્કિંગ કરનારા તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે.
આ કામગીરીને સામાન્ય જનતા બિરદાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, થલતેજથી ડ્રાઈવિંગ સિનેમા રોડ જે ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રોડ ઉપર ગેરકાયદેસર કારપાર્કિંગ તેમજ થ્રી - વ્હીલર પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં આવતા હવે રોડ ઉપર ટ્રાફિક ખૂલ્લો જોવા મળી રહ્યો છે.
પોલીસની કાર્યવાહી બાદ હવે લોકો સરળતાથી રોડ પરથી પસાર થઈ શકે છે. શહેરના નાગરિકો ટ્રાફિક પોલીસની કામગીરીને આવકારી રહ્યા છે. તેઓ રોડ ઉપર આવેલા મોલ અને કોમર્શિયલ સેન્ટરોની બહાર ગેરકાયદેસર પાર્કિંગ કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે.
