પેઢલા ગામના ગોડાઉનમાં મગફળીના કોથળામાં ઢેફાં ભરવાનું કૌભાંડ ઝડપાયું
Live TV
-
જેતપુર નજીકના પેઢલા ગામના ગોડાઉનમાં રાખેલી મગફળીનું કૌભાંડ બહાર આવ્યું છે.
નાફેડે ભાડે રાખેલા આ ખાનગી ગોડાઉનમાં બોરીમાંથી મગફળીની જગ્યાએ ધૂળ અને ઢેફા નીકળ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજકેટ વેર હાઉસ મેનેજર દ્વારા જવાબદાર લોકો સામે છેતરપિંડીની કલમ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુએ પત્રકારોને આ અંગે માહિતી આપી હતી.
આજે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે જે મગફળીના ગોડાઉનમાંથી મગફળીના કોથળામાંથી માટી નીકળી હતી તે મંત્રીએ કબલ્યુ હતું, અને આ જોઈને મંત્રીએ કલેક્ટરને તાકીદમાં આદેશ કર્યો હતો કે બધી જ બોરીઓ ચેક કરી તે મંડળી સામે કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કલેકટર ને આપ્યો છે.
જંતુનાશક દવાઓ ડુપ્લીકેટ બને છે. તે માટે ચેકિંગ કરતા તેમાં 21 સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 7 જેટલા ડુપ્લીકેટ દવાઓ વેંચતા અને નકલી બિયારણ ઉપર 13 ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું.
