Skip to main content
Settings Settings for Dark

ગરમીમાં રાહત માટે દ્વારકાધીશનો માથાથી પગ સુધી ફૂલોથી શણગાર 

Live TV

X
  • આ ઉપરાંત ભગવાનને ગળામાં કંઠ પાટી મસ્તકનાં અલ્કાવડી, કાનમાં કુંડળ, હાથના બાજુ બંધ અને મસ્તકમાં શીશ ફૂલ તથા ભગવાનના પાર્શદો જેના શંખ, ચક્ર, ગદા અને પદ્મ પણ પુષ્પોથી બનાવવા માં આવે છે. 

    રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે પુષ્પો નો શૃંગાર ભગવાનને કરવામાં આવી રહ્યો છે. અક્ષય તૃતીયા થી અષાઢ સુદ એકમ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવી અને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શૃંગાર કરવામાં આવે છે. 

    પૂજારી પરિવાર દ્વારા બદામનાં પાંદડા, ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ સહિતનાં ફૂલોની કડીઓથી ભગવાનનાં વાઘા એટલે કે વસ્ત્રો બનાવવામાં આવે છે. સાંજે ભગવાનને આં પુષ્પ નો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે.સતત બે મહિના ચાંદીનાં આભૂષણો ને બદલે પુષ્પો નો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે.

    ભગવાનનાં શૃંગાર માટે બેંગલોરનાં મલ્યાગીરીનું ખાસ ચંદન માંગવામાં આવે છે તેમજ દરરોજ તાજા ફૂલો ખંભાળિયા, જામનગર, રાજકોટ અને અમદાવાદથી મંગાવવામાં આવે છે.  દ્વારકા ના સ્થાનિક ભક્તો ઉપરાંત દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ પુષ્પ શૃંગારના દર્શન નો અલભ્ય લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply