રાજ્યની જીવાદોરી એવા સરદાર ડેમની સપાટીમાં નોંધાયો વધારો
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.. ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પાવર હાઉસ ચાલુ હોવાથી ઉપરવાસમાંથી 4 હજાર 414 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જે રાજ્યની જનતા અને સરકાર બને માટે સારા સમાચાર છે.
સરદાર સરોવર નર્મદા ડેમની આજની જળની સપાટી 119.57 મીટર પહોંચી છે. જે જળ સપાટીમાં ગઈ કાલ કરતા 3 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. જે મે મહિનામાં અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી કહેવાય. હાલ ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાંથી 4 હજાર 386 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા બંધમાં આજની તારીખે 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હયાત છે.
