ગાંધીજીની જન્મજયંતિ પર સંવેદનાસ્પર્શી અભિગમ: 158 કેદીઓને રાજ્ય આપશે માફી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ ૧૫૮ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો હતો. ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવે છે. જે મુજબ અગાઉ બે તબક્કામાં આવા કુલ ૨૨૯ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. રાજ્ય માફી મળવાપાત્ર કેદીઓને મુકત કરવાના મુખ્મમંત્રીના નિર્ણયને ગુજરાતના રાજ્યપાલની અનુમતિ મળતાં હવે વધુ ૧૫૮ કેદીઓને જેલમુકત કરવામાં આવશે. આ સાથે ગુજરાતમાં કુલ ૩૮૭ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે
