રાજ્યના મુખ્ય સચિવે અડાલજની વાવ ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી
Live TV
-
ગાંધીનગરના અડાલજ સ્થિત અડાલજની વાવ ખાતે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહે સફાઇ કરીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત કોર્પોરેટ ક્ષેત્ર, ગામ અને શહેરના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જનભાગીદારી દ્વારા ગામ-શહેરના દરેક વિસ્તાર, શેરીઓ અને જાહેર રસ્તાઓની સફાઈ કરી પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ કરાયું હતું. એકત્ર કરેલ તમામ પ્લાસ્ટિક કચરાને નજીકની નગરપાલિકા અને મહાનગર પાલિકાના નિર્ધારીત કરેલ કલેકશન સેન્ટર પર મોકલાવામાં આવ્યો હતો
