ગાંધીનગરઃ રાજ્યની કેબિનેટ બેઠક, 10 જુલાઈથી શરૂ થશે નિઃશુલ્ક અનાજ વિતરણ
Live TV
-
આદિવાસીઓને જાતિનું પ્રમાણપત્ર આપવા માટે પાંચ અધિકારીઓના એક પંચની રચના કરવાનો કેબિનેટમાં લેવાયો નિર્ણય તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ વિતરણની કામગીરી 10 જુલાઈ થી થશે શરૂ
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં આજે આદિવાસીઓને જાતિ અંગેનું પ્રમાણપત્ર આપવા અંગેની ચર્ચા થઈ હતી. જેમાં 5 અધિકારીઓની એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ ખોટો વ્યક્તિ આદિવાસી હોવાનો લાભ ન લઈ જાય તે માટે કેન્દ્ર સરકારના નિયમ મુજબ બંને પક્ષના લોકો પુરાવા રજૂ કરી કમિટી સામે મુકશે. અને આ કમિટીના રિપોર્ટ મુજબ સરકાર નિર્ણય કરશે. આ અંગે માહિતી આપતાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વધુ માહિતી આપી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ,રાજ્ય માં ,10 જુલાઈ થી ,અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ,જયેશ રાદડિયાએ ,આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું ,કે, તમામ સસ્તા અનાજની દુકાનો પર 10 જુલાઈથી અનાજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવા માં આવશે.
જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને અનુસાર પી.એમ. ગરીબ કલ્યાણ, અન્ન યોજના અંતર્ગત 25 જુલાઈથી પાંચ મહિના માટે નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે. અન્ય રાજ્યના લોકો એમના રેશન કાર્ડથી અનાજ મેળવી શકશે.
