ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલની બહાર મુકાયુ ખાસ મશીન, જાણો તેની ખાસિયત
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓને દુકાન કે શો રુમ માં માસ્ક અવશ્ય પહેરવા અપીલ કરી
રાજ્યમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે..ત્યારે અલગ અલગ કંપની અને સંસ્થાઓ તરફથી કોરોનાથી બચવા અને સંક્રમણને રોકવા માટે પ્રયાસો થઈ રહ્યા છે..સેનેટાઈઝ કરવા માટે યાંત્રિક સાધનો અને મશીનરી ઉપયોગ વધ્યો છે..સોસાયટીના લોકો પણ આ બાબતે સચેત બન્યા છે..પંચાયત અને પાલિકા પણ સેનેટાઈઝ માટે પોતાના બળે પ્રયાસ કરી રહ્યા છે..આજે હિંમાશુ એન્જિનિયરીંગ કંપની દ્વારા વિનામૂલ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે એક ખાસ મશીન મુકવામાં આવ્યુ છે..આ મશીન ઓટોમેટિક તાપમાન સ્કેન કરે છે..અને મશીનમાં પ્રવેશ કરતા જ સેનેટાઈઝ પણ થઈ જાય છે..હાલ નવા સચિવાલય ખાતે મશીન કાર્યરત કરતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જણાવ્યુ હતુ કે સચિવાલય ખાતે રાજ્યભરમાંથી ધારાસભ્યો, આગેવાનો, જાહેર જનતા આવતા હોય છે..ત્યારે સૌની યોગ્ય કાળજી લેવાય તે માટે પ્રયાસ કર્યો છે..કોરોના મહામારીમાં ગુજરાતમાં કેસ વધી રહ્યા છે ત્યારે માસ્ક પહેરવુ ખૂબ જરુરી છે.. ટીવી અને પ્રેસ માધ્યમથી કહેવા માંગુ છું કે ઘણા વેપારીઓ એવુ અર્થઘટન કરે છે કે અમારે શો રુમ કે દુકાનમાં માસ્ક ન પહેરવુ , બહાર જઈએ તો જ પહેરવુ...પણ આ ખોટી માન્યતા છે..વેપારી પ્રવૃતિની કોઈ પણ જગ્યાએ પછી તે શો રુમ હોય કે દુકાન વેપારીએ માસ્ક પહેરવુ પડશે..વેપારીઓ આ નિયમનુ પાલન નહી કરે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે..એવુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતુ..
મશીનની ખાસિયતો
------------------
- ઓટોમેટિક તાપમાન સ્કેન થઈ જશે
- મશીનમાં પ્રવેશતા જ વ્યક્તિ સેનેટાઈઝ થઈ જશે
- હિંમાશું એન્જિનિયરીંગ કંપનીએ બનાવ્યુ મશીન
- અમદાવાદમાં કાર્યરત છે કંપની
- નાયબ મુખ્યમંત્રીએ મશીન અંગે જાણકારી આપી
- નવા સ્વર્ણિમ સંકુલ ખાતે મશીન કાર્યરત કરાયુ
