મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠક
Live TV
-
સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને પગલે અસર પામેલા જિલ્લાઓની પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મંત્રી મંડળની બેઠક યોજાઈ છે. આજની બેઠકમાં કેટલાંક મહત્ત્વના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને પગલે અસર પામેલા જિલ્લાઓની પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે. લોક ડાઉનને કારણે ધીમી પડી ગયેલી રાજ્યની અર્થ વ્યવસ્થા ધમધમતી થાય અને ફરી વિકાસ ગતિ પકડે તે મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે.
