Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, 31 જિલ્લાના 154 તાલુકામાં ભારે વરસાદ

Live TV

X
  • સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા ભારે વરસાદથી તરબોળ બન્યા, નદી-નાળા છલકાયા

    રાજ્યના 31 જિલ્લાના 154 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં , 299 મીલીમીટર થયો હતો. તો કલ્યાણપુરામાં 285 મીલી, દ્વારકામાં 229 મીલી વરસાદ થયો હતો. જો કે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં , મેઘરાજા એ લીધો વિરામ લીધે છે અને માર્ગો પરથી પાણી ઓસરવાના શરૂ થઇ ગયા છે.

    કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે..માંડવીમાં 24 કલાકમાં 183 મીમી , મુંદ્રામાં 181 મીમી વરસાદ થયો છે.જ્યારે નખત્રાણામાં પણ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે..કચ્છમાં મધ્યમ સિંચાઇના 4 ડેમ ઓવરફ્લો થયા છે. મુન્દ્રા તાલુકાનો કારા ધોધા ડેમ ઓવરફ્લો થતા , પુર્ણ સપાટી 37 મીટરે પહોંચી ગઇ છે. આ ઉપરાંત રાપરનો ફતેહગઢ , અને અબડાસાનો કંકાવટી ડેમ પણ , ઓવરફ્લો થયો હતો. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં , લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. લખપતનો ગોધાતડ ડેમ પણ , ઓવરફ્લો થયો છે. જ્યારે માંડવીનો ડોણ ડેમ છલકાવાની તૈયારીમાં છે. નાના ભાડીયા , ત્રગડી વચ્ચેનો પુલ તૂટી પડવાને કારણે , મુન્દ્રા માંડવી હાઈ-વે , વાયા શીરાચાને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂજ,લખપત અને અંજારમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..કચ્છની મોટી સિંધોડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે..ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણીના ધસમસતા પ્રવાને કારણે અવરજવર બંધ કરી દેવામાં આવી છે..તો માંડવીના ગુંદિયાળીથી મોટી ભાડીયા જવાનો રસ્તો તૂટ્યો છે.બન્ને ગામના રસ્તાની વચ્ચે આવેલો કોઝવે તૂટી ગયો છે..

    જામનગરમાં જિલ્લાનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડ્યો છે..જ્યારે કાલાવડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે..જામજોધપુરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે..પોરબંદર જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે..જેમાં કુતિયાણામાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે..પોરબંદર શહેરમાં પાંચ ઈંચ રાણાવામાં પોચા પાંચ ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે..રાહત કમિશ્નરે કહ્યું હતું , કે ભારે વરસાદને કારણે સલામતીના ભાગરૂપે , 1,162 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એનડીઆરએફની , 9 ટીમો તૈનાત કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply