Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને બ્રિજેશ મેરજાએ ભોજન પીરસ્યું 

Live TV

X
  • શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ આજે ધનતેરસના પાવન દિવસે ગાંધીનગરના સેક્ટર 6માં આવેલ કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા કહ્યું કે, ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.મંત્રી મેરજાએ કહ્યું કે, રાજ્યના શ્રમયોગીઓના આર્થિક - સામાજિક ઉત્થાન માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી રાજ્ય સરકારની અનેક જનહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર હર હંમેશ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા એવા શ્રમિક ભાઈ - બહેનોની પડખે રહી છે અને રહેશે. 

    મંત્રી મેરજાએ ઉમેર્યું કે, શ્રમયોગીઓને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, મરચા અને ગોળ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 22 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply