Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળી

Live TV

X
  • માતાજીને લાખો લિટર ઘીનો અભિષેક કરાયો

    મહાભારત કાળથી ચાલતી આવતી પરંપરા વધુ એક વખત ગાંધીનગરના રૂપાલ ખાતે  જોવા મળી .આસો સુદ નોમના દિવસે વરદાયની મા ની પલ્લી નીકળે છે આધ્યશક્તિ ના નવદુર્ગા ના બીજા સ્વરૂપ સમાં અવતાર તરીકે વરદાયિની માં ની પૂજા થાય છે. ગાંધીનગરના રૂપાલ ગામે માતાની પલ્લી કાઢવાની પરંપરા પાંડવોના સમયથી ચાલતી આવે છે પલ્લી બનાવવામાં ગામના તમામ સમાજના લોકો ભાગ લે છે હા માતાજીની પલ્લી બનાવવા માટે ખીજડાના વૃક્ષ ના લાકડા કાપીને ચોકમાં મૂકવામાં આવે છે ગામના સુથાર અને લુહાર સમુદાય દ્વારા માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે જ્યારે પ્રજાપતિ સમુદાયના લોકો પલ્લીના કુંડા બનાવે છે માળી સમાજ દ્વારા પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે તથા રાજપૂત સમુદાયના લોકો ઊંધા મુખે ખુલ્લી તલવારથી પલ્લીની રક્ષા કરે છે આમ તમામ સમુદાય દ્વારા તૈયાર થયા બાદ બ્રાહ્મણ સમાજ દ્વારા પલ્લીના પૂજન-અર્ચન કર્યા બાદ માં ની પલ્લી નગરચર્યાએ નીકળે છે ગામમાં 27 ચોકે ફરીને માની પલ્લી મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવે છે પલ્લી ની જ્યોત એ પાંચ દિવસ સુધી એટલે કે પૂનમ સુધી પ્રજ્વલિત રહે છે નાના બાળકો ને દર્શન કરાવવાનું અનેરૂ મહત્વ છે તથા પલ્લીના દર્શન માટે રાજ્ય ઉપરાંત દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.ગામના તમામ ચોક પાસે મૂકેલા પીપ તથા વિવિધ પાત્રોમાં લોકો પોતે પોતાની માનતાનું ઘી ચઢાવતા હોય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply