'મન મોર બની થનગનાટ કરે' અરવલ્લીમાં છેલ્લા દિવસે ખેલૈયાઓ ઝૂમ્યા
Live TV
-
નવરાત્રીના છેલ્લા નોરતે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી મા જગદંબાની આરાધના કરી, મોડાસાના તમામ પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ખીચોખીચ જોવા મળ્યા
નવરાત્રીના છેલ્લા નોરતાના દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ઘરબે ઘૂમ્યા હતા.દશેરાના દિવસે અરવલ્લી જિલ્લામાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના તમામ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મા જગદંબાની આરાધનના આ સૌથી મોટા પર્વમાં લોકો સહભાગી બની ગરબે ઘૂમી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, ધનસુરા, બાયડ, ભિલોડા તેમજ મેઘરજમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, જે પૈકી મોડાસામાં ખેલૈયાઓ વિવિધ પરિધાન સાથે તૈયાર થઇને ગરબે ઘૂમવા માટે પહોંચ્યા હતા, અને મા જગદંબાની આરાધના કરી હતી. છેલ્લા નોરતાના દિવસે મોડાસાના રામપાર્ક, કુમકુમ તેમજ રમઝટ નવરાત્રી મહોત્સવમાં ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચી ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીમાં લોકોની ભારે ભીડને કારણે જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલિસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
અંકિત ચૌહાણ
અરવલ્લી
