ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને નેશનલ સિક્યોરિટીની બેઠક યોજી
Live TV
-
ગાંધીનગરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને નેશનલ સિક્યોરિટીની બેઠક યોજી હતી. જેમાં ડ્રગ્સની પરિસ્થિતિ પર ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ડ્રગ્સ ઊધઈની જેમ આપણા દેશને ખતમ કરી રહ્યો છે. ડ્રગ્સમાંથી મુક્ત થવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ક્રાઈમની થિયરી બદલાઈ છે. માદક દ્રવ્યો સામે સાથે મળીને મજબૂતીથી લડવાની જરૂર છે.
માદક દ્રવ્યોના વેપારને લઈ ગૃહમંત્રીએ કહ્યું કે આ પૈસા આતંકવાદી પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપે છે. તેનાથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે. ઉપરાંત રાજ્યભરમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોના 12 હજાર 500 કિલો જેટલા જથ્થાનો નાશ કરવામાં આવશે
