Skip to main content
Settings Settings for Dark

ગુજરાત 100% 'હર ઘર જલ' રાજ્ય તરીકે જાહેર, રાજ્યના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

    પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતને 100 ટકા હર ઘર જલ રાજ્ય જાહેર કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. નલ સે જલ અભિયાન થકી અથાગ પરિશ્રમ બાદ ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 મી ઓગસ્ટ, 2019નાં રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઉદઘોષણા કરી હતી. આ મિશન અંર્તગત ગુજરાતનાં દરેક ઘરને પીવાનું   શુધ્ધ  પાણી પહોંચાડવાનો  ઉદેશ્ય  હતો. આ મિશન ગુજરાતનાં પાણી પુરવઠા મોડેલનું વિસ્તરણ છે.  વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  જ્યારે  ગુજરાતના મુખ્યમંત્રી હતા  ત્યારે તે અમલમાં મુકાયું હતુ. ગુજરાત સરકારે 2024ની સમય  સીમાના બે વર્ષ પૂર્વે 2022 માં આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધું છે. ડુંગરથી લઈ રણ  કે જંગલ તમામ પ્રાકૃતિક વિષમતાઓ વચ્ચે  પણ  કામ કરીને ગુજરાત સરકારે આ લક્ષ્યાંક હાંસલ કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply