ગાંધીનગરમાં યુવાનો દ્વારા હાથ ધરાયેલ ઈનોવેશનના વિજેતાઓને એવોર્ડ
Live TV
-
વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિત 2018 અંતર્ગત સમારોહ
ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિત 2018 અંતર્ગત , દેશભરમાંથી પધારેલા યુવાનો દ્વારા હાથ ધરાયેલ ઈનોવેશનના વિજેતાઓને , એવોર્ડ આપતા , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું , કે યુવાનોને પ્રોત્સાહન આપવા , આઈ - ક્રીએટ થકી તકો પૂરી પડાય છે, જે આવનારા સમયમાં અત્યંત ફળદાયી નિવડશે. વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે દેશના યુવાઓને આ ક્ષેત્રે વધુ તક મળે , તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા , સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે , પ્રોત્સાહન પૂરૂં પડાય છે.
