ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ
Live TV
-
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા નર્મદા હોલમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ની 187મી બેઠક યોજાઈ હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાયની સમીક્ષા કરવાનો હતો.નાયબ મુખ્યમંત્રીએ ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની વિગતવાર સમીક્ષા કરી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા, અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર નું સન્માન કર્યું હતું.
