ગુજરાતમાં ઠંડીનું જોર વધશે: તાપમાનનો પારો ગગડ્યો
Live TV
-
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, જેના કારણે શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.
મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાનરાજ્યમાં આજે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કંડલામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સૌથી ઠંડું શહેર રહ્યું છે.શહેરનું નામલઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)કંડલા 10.4, ડાંગ 12.5,દાહોદ 13.0 ,નલિયા 14.8,વડોદરા 16.6 ,અમરેલી 16.8,ગાંધીનગર 17.2,અમદાવાદ 17.5,રાજકોટ 17.9,ભાવનગર 18.9 ,ઓખા 22.4હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ તથા દાદરા નગર અને હવેલી સંઘ પ્રદેશોમાં હવામાન શુષ્ક રહ્યું છે.આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જેના પગલે ઠંડી વધશે.
